ભારત માટે ગર્વની ક્ષણ – ઇમેજિન માર્કેટિંગ (બોટની પેરેન્ટ કંપની)એ છેલ્લાં 7 ત્રિમાસિક ગાળામાં ટોપ 5 ગ્લોબલ વેરેબ્લ કંપનીઓમાં સ્થાન જાળવી રાખ્યું

  • ટોપ 5 ગ્લોબલ વેરેબ્લ કંપનીઓમાં ઇમેજિન માર્કેટિંગ કેલેન્ડર વર્ષ 2022ના બીજા ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતી કંપની છે, જેણે + 76.6%ની વાર્ષિક ધોરણે વૃદ્ધિ કરી છે
    • ઇમેજિન માર્કેટિંગે જુલાઈ, 2022માં 31 ટકા બજારહિસ્સો મેળવીને ભારતીય વેરેબલ્સ બજારમાં એની લીડરશિપ પોઝિશનને પણ મજબૂત કરીનેશનલ, 22 સપ્ટેમ્બર, 2022: અગ્રણી માર્કેટ રિસર્ચ અને એડવાઇઝરી કંપની ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (આઇડીસી)ના કેલેન્ડર વર્ષ 2022ના બીજા ત્રિમાસિક ગાળામાં વર્લ્ડવાઇડ ક્વોર્ટર્લી વેરેબ્લ ડિવાઇઝ ટ્રેકરમાં બોટની પેરેન્ટ કંપની ઇમેજિન માર્કેટિંગે પાંચમું સ્થાન મેળવ્યું છે. ઉપરાંત આઇડીસી ઇન્ડિયા મંથલી વેરેબ્લ ડિવાઇઝ ટ્રેક્ટ, ઓગસ્ટ, 2022 મુજબ, ઇમેજિન માર્કેટિંગે સતત ત્રીજા વર્ષે (કેલેન્ડર વર્ષ 2020, કેલેન્ડર વર્ષ 2021, કેલેન્ડર વર્ષ 2022માં અત્યાર સુધી) સતત ત્રણ વર્ષથી સંપૂર્ણ વેરેબ્લ કેટેગરીમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. બ્રાન્ડ સારી રીતે ડિઝાઇન કરેલો, સ્વદેશી અને વિશિષ્ટ જીવનશૈલી-લક્ષી ઉત્પાદનોનો બહોળો પોર્ટફોલિયો આકર્ષક કિંમતે ધરાવે છે.
    ઇમેજિન માર્કેટિંગ જુલાઈ, 2022માં 40 ટકાથી વધારે બજારહિસ્સા સાથે ટીડબલ્યુએસ કેટેગરીમાં લીડ ધરાવે છે. ઉપલબ્ધતા, વાજબીપણું, શ્રેષ્ઠ ખાસિયતો અને એએનસી જેવી કામગીરીઓ, નવીન ડિઝાઇનો અને ગેમિંગ માટે લૉ-લેટન્સી મોડ જેવા કારણોસર આ અસાધારણ વૃદ્ધિ થઈ છે. વોચ-આધારિત વેરેબ્લ પણ ઇમેજિન માર્કેટિંગ માટે સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતી કેટેગરી બનશે, જેમાં ગયા વર્ષની સરખામણીમાં (વર્ષ 2021ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળો v/s વર્ષ 2022નો પ્રથમ અર્ધવાર્ષિક ગાળો) 145 ટકાથી વધારે ઊંચી વૃદ્ધિ કરી છે. વાજબીપણા ઉપરાંત બ્લુટૂથ કોલિંગ, મોટી સ્ક્રીન સાઇઝ અને એમોલેડ ડિસ્પ્લે જેવી ખાસિયતો ફર્સ્ટ-ટાઇમ યુઝર્સ અને અપગ્રેડર્સ એમ બંને પ્રકારના યુઝર્સને આકર્ષે છે.
    ઇમેજિન માર્કેટિંગ (બોટની પેરેન્ટ કંપની) તહેવારની સિઝનના વેચાણને લઈને અતિ આશાવાદી છે અને એના બહોળા પ્રોડક્ટ પોર્ટફોલિયો માટે માગમાં વધારાની ધારણા ધરાવે છે, જેના પ્રત્યે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ પોઝિટિવ છે, આ ઉત્પાદનો વાજબી છે અને એના ઉપકરણોના સેટમાં શ્રેષ્ઠ ખાસિયતો ધરાવે છે. આ ઉપરાંત તહેવારના ગાળા દરમિયાન લોકો બોટ સ્માર્ટવોચીસ અને ટીડબલ્યુએસ ઉપકરણોને ભેટ આપવાના ઉદ્દેશ માટે સારાં વિકલ્પ તરીકે પણ જુએ છે. ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનમાં વધારો થવાથી બ્રાન્ડ ઝડપથી અને ઓછી કિંમતે ઉત્પાદનો પ્રસ્તુત કરવા સક્ષમ બની છે. બ્રાન્ડે મેક ઇન ઇન્ડિયા વ્યૂહરચના અંતર્ગત નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 6 મિલિયન યુનિટનું ઉત્પાદન કરવાની યોજના બનાવી છે.
    કંપની મજબૂત ઓમ્નિચેનલ વ્યૂહરચના ધરાવે છે અને એના ઉત્પાદનો તમામ માર્કેટપ્લેસ પર ઉપલબ્ધ છે, જેમાં એમેઝોન ઇન્ડિયા, ફ્લિપકાર્ટ, મૈન્ત્રા, પેટીએમ વગેરે સામેલ છે. બ્રાન્ડ વિજય સેલ્સ, ક્રોમા, રિલાયન્સ ડિજિટલ વગેરે સહિત 20,000થી વધારે સ્ટોરમાં ઉપલબ્ધ છે. ગ્રાહકો બ્રાન્ડના બહોળા પોર્ટફોલિયોનો અનુભવ એની વેબસાઇટ પરથી પણ મેળવી શકે છેઃhttps://www.boat-lifestyle.com/.વૈશ્વિક માન્યતા પર બોટના સહ-સ્થાપક અને સીએમઓ અમન ગુપ્તાએ કહ્યું હતું કે, “ડિઝાઇન, ઇનોવેશન અને ગ્રાહક કેન્દ્રિતતા – આ તમામ અમારા વ્યવસાયનું હાર્દ છે. અમારી બ્રાન્ડની સફળતાનો શ્રેય અમારી ઝડપ, ઇનોવેશનના ઝડપી ચક્ર અને બોટના અમારા વપરાશકર્તાઓના અભિપ્રાયોને મહત્વ આપવા જેવા પરિબળોને જાય છે. અમે આ વર્ષો દરમિયાન ગ્રાહકોએ અમારા ઉત્પાદનોમાં મૂકેલા વિશ્વાસ અને ભરોસા બદલ તેમનો આભાર માનીએ છીએ. આ તમામ ભારતીયો માટે ગર્વની ક્ષણ છે, કારણ કે આ દુનિયામાં સ્વદેશી બ્રાન્ડ્સની વધતી સ્વીકાર્યતાને માન્યતા આપે છે. આપણી સરકારના સાથસહકાર સાથે અમારો ઉદ્દેશ ગ્લોબલ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ બનવાનો છે. બોટમાં અમે મિલેનિયલ્સની જરૂરિયાતને સમજીએ છીએ અને બોટના યુઝર્સના સમુદાયને સેવા આપવા અમે કેવી રીતે શ્રેષ્ઠ કામગીરી કરી શકીએ એના પર ધ્યાન આપીશું.”
    નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળાથી અત્યાર સુધી રોકર્ઝ, બાસહેડ્સ અને એરડોપ્સ પ્રોડક્ટ રેન્જની અંદર તેમજ એક્સેસરીઝની અંદર (કેબલ અને પાવર બેંક સહિત) બોટના ઘણા ઉત્પાદનોનું ભારતમાં ઉત્પાદન થઈ રહ્યું છે. બોટ બાસહેડ્સ 100, બાસહેડ્સ 192, બાસહેડ્સ 225, રોકર્ઝ 255 પ્રો, રોકર્ઝ 235વી2, એરડોપ્સ 131, એરડોપ્સ 101, એરડોપ્સ 441, પાવર બેંકો, ચાર્જિંગ કેબલ્સ અને પાવર બ્રિક્સ – આ તમામ ઉત્પાદનો બોટની “મેક ઇન ઇન્ડિયા” પહેલ અંતર્ગત ઉપલબ્ધ છે.”

ભારત માટે ગર્વની ક્ષણ – ઇમેજિન માર્કેટિંગ (બોટની પેરેન્ટ કંપની)એ છેલ્લાં 7 ત્રિમાસિક ગાળામાં ટોપ 5 ગ્લોબલ વેરેબ્લ કંપનીઓમાં સ્થાન જાળવી રાખ્યું

Related Posts